-: પુસ્તકો :-
સારા પુસ્તકો માનવીની એકલતાને દૂર કરી એકાંતતા ને સમૃદ્ધ કરવાનું કાર્ય કરે છે. જન્મ આપનાર ‘મા‘ જેટલું જ જતન સારા પુસ્તકો કરે છે. પુસ્તકો માનવીના ચિરકારના દોસ્તો છે. એમનો સહવાસ માગીએ ત્યારે ભાવથી ભેટે છે. આ એક એવો અણમોલ સંબંધ છે છે કદીય વણસતો નથી. પુસ્તકોની વચ્ચે રહેનાર માનવી જિંદગી આખી બગીચાની વચ્ચે બેઠો હોય તેમ તેને લાગશે. સ્થૂળ અને સૂક્ષ્મ વૈભવ વચચેનો ભેદ સમજાવે છે. કેટલાંય એવા જીવનના તબક્કાઓ એ માનવીને આનંદની પુણઁતા કરવામાં મહત્વનો ભાગ હશે. જીવનમાં કંઇક ઉમેરવાનું અને નકામું પડ્યું હોય તેની બાદબાકી કરવાનું કાર્ય પુસ્તક જ કરી શકે. માનવીના લોહીમાં ભળી જવાનું અને ચૈત્ન્યનું સંવધઁન કરવાનું અમુલ્ય કાર્ય કરે છે. #દિપકચિટણીય (DMC)