લોકો કહે છે પ્રેમ પથ્થરને પણ પીગળાવી શકે છે,
તો વ્યક્તિની ખરાબ આદત કેમ નથી છૂટતી?
હૃદયના ઉંડાણમાંથી ઉદભવતી અમૂલ્ય લાગણી પ્રેમ છે,
સ્નેહના તારથી એકબીજાને જોડે છે.
ટેવથી મુક્ત ના થઈ શકતું હૃદય પથ્થરથી પણ જડ હોય,
કાં તો ત્યાં સ્નેહનો સેતુ ઉદભવ્યો જ ના હોય.