દિલ ભગવાને બનાવેલો ખૂબ જ સુંદર શબ્દ દિલ.આખો દિવસમાં કેટલાય લોકોના દિલ ધડકતાં હોય છે. તો કેટલાય લોકોનાં દિલ તૂટતાં પણ હોય છે.
પણ આ બધામાં દિલ જ એવું છે જે 24 કલાક થાક્યા વગર, કોઈપણ પ્રકારનું મહેનતાણું લીધાં વગર કાર્ય કરે છે.આખી દુનિયામાં માત્ર દિલ જ છે જે આરામ કર્યા વગર આખો દિવસ કામ કરતું હોય છે.માટે હંમેશા દિલ ને ખૂશ રાખો.ભલે એ આપણુ દિલ હોય કે બીજાનું બસ હંમેશા એને ખુશ રાખો.
સંબંધો દિલથી બને છે.વાતોથી નથી બનતા.કેટલાંક લોક ઘણી બધી વાતો કરવા છતાં પણ પોતાના નથી બનતા.
જ્યારે કેટલાક લોકો શાંત રહે છે કશુ બોલતાં નથી તો પણ પોતાના બની જાય છે.
દિલની વાતોમાં ક્યારેય દિમાગથી કામ લેવાતું નથી. જ્યારે વ્યક્તિ દિલને પૈસાનાં ત્રાજવાથી માપ કાઢવા લાગે છે ત્યારે દિલ તુટી જાય છે.
ખિસ્સાનું વજન વધારતા વધારતા જો દિલની કહેલી વાતોનું વજન ઓછું થતુ જાય તો સમજવૂ કે આ સંબંધમાં ખોટ સિવાય બીજુ કાઈ મળવાનું નથી.
દિલમાં હંમેશા પોતાની માટે સંતોષ અને બીજાની માટે દયા રાખો તો જીવનમાં આપણે આકાશની ઊંચાઈએ પહોચી શકીએ છીએ.
દરેક લોકોને ખૂબ જ સન્માન આપો.એટલાં માટે નહીં કે
એ એનો અધિકાર છે પણ એટલા માટે આપો કે એ તમારાં સંસ્કાર છે.કોઈ વ્યક્તિ ક્યારેય પણ નાની નથી હોતી.એટલે ક્યારેય પણ કોઈને પણ તુચ્છ ન ગણવી જોઈએ અને એનો દિલથી આદર કરવો જોઈએ.
Rajeshwari Deladia