" દિલમાં સંઘરી રાખ્યું "
કોઈ મળ્યું નહીં કહેવા જેવું ક્યાં જઈ રાધા હું વાત કરું,
દિલમાં સંઘરી રાખ્યું, એ અખિલ દુઃખ ની જાહેરાત કરો
કંસના એ કારાગૃહમાં કાજળ શો અધિકાર હતો,
મારો જન્મ થયો એ વખતે જ્યારે ચારે કોર અંધકાર હતો.
ગવાઈ નહીં કોઈ વધાઈ કોઇએ કંઇ દાન કર્યું નહીં,
ના ખુદ્યો કદી જનની નો ખોળો, કે ના મે કઈ પઈ પાન કર્યું.
પિતા ઉપાડી પંથે પડ્યા , ને માંથે મુશળધાર વરસાદ કરે,
યમરાજનું રુપ ધરિને , યમુના કાળ સરિખો ઘુઘવાટ કરે .
જ્યાં જ્યાં આશરો માંગ્યો, ત્યાં અહીંથી જાવો કહ્યું સૌએ
પછી પરાયે ને પારકા ના ઘરે રહી , ગોકુળમાં રહેઠાણ કર્યું.
વનમાં હત્યા કરવા મારી પાછળ પડતા વેરી ને દુશ્મન ઘણા
મને લાગ્યું કે દુઃખ દઇ ને વિધાતા પણ હવે થાક્યો છે.
પણ રાધા તારા આમ રિસાઈ જવાથી લાગ્યું મુજને ,
હજીતો દુઃખનો મહાસાગર કૃષ્ણ"મિત્ર"ને તરવો બાકી છે.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏