હે શ્યામ ! મારી પાસે મીરાનો એકતારો નથી કે રાધા જેવી પ્રતિક્ષા નથી. મારી પાસે નરસૈંયાની એ ભક્તિ નથી.બસ, પ્રભુ ! હે ક્રિષ્ન ....મારી પાસે તો છે મારા અધૂરા સ્વપ્નોની વેદના, મારા સ્નેહનો અગાધ ભાવ ,તૂટેલા દિલનું દર્દ, મારો ત્યાગ, મારુ બલિદાન, મારા છૂટેલા અરમાનોના આંસુ , મારી એકલતા , મારી ખ્વાહિશોનું સમર્પણ, પ્રિયજનને સુખી કરવાની ભાવના, અસીમ પ્રેમ કરવાની હદ, ખૂદ તૂટીને વિખેરાઈ જવાની પોતાનાને ખુશીઓ આપવાની ઉત્સુકતા , પ્રિયના માટે સરસ્વ ન્યોછાવર કરવાની ઉત્કંઠા, હારેલી તેમ છતા , હૈયાની અખૂટ હામ અને છેલ્લે મારી કલમ ને મારા શબ્દો.....તારા સુધી પહોંચવા માટેનો મારો મારગ છે.
હજીયે કંઈ ખૂટતું હોય તો કહેજે વ્હાલા ....હું સઘળું તારે ચરણે ધરી દઈશ.મારુ છે જ શુ જેનો અફસોસ કરવો. કર્મના બન્ધન છે જે ભોગવું છું.એમાંથી પાર ઉતરીને હું તારી પાસે જ આવીશ.મારા શ્યામ મને તારાથી અલગ ના કરતા . સદાયે તારા ચરણોમાં જ રાખજે.મને તુ તારી માને કે ના માને તને હું મારો માનું છુ. બસ , તારા જ ચરણમાં સ્થાન આપી દે.
-Daxa Parmar Zankhna.