Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“દેશ જે વ્યક્તિનો ઈંતજાર કરે છે તે વ્યક્તિને હુ મારી સાથે લાવવાનો છુ” આ શબ્દો લાલબહાદુર શાસ્ત્રીના છે . તાંસકંદમા જ્યારે ૧૯૬૫ના ભારત પાકના યુદ્ધમાં પાકને ધૂળ ચાટતું કરી દીધું હતું . અરે લાહોરના સિમાડે ભારતની ફોજ પહોંચી ગઈ હતી અને રસિયા અને અમેરિકાના કહેવાથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું .
સિતેર વરસની રાજનીતિમાં બળવાન અને નિડર રાજપુરુષ (મારા માટે તો રાષ્ટ્રપુરુષ) જોયો હોય તો તે શાસ્ત્રીજીના રૂપમાં હતા . ભારત ચીનની થપાટ ખાઈ માંડ માંડ ઉભો થતો હતો . અને નહેરુંના ગયા પછી શાસ્ત્રીજીને વડાપ્રધાન પદ સોંપવામા આવ્યું . ત્યારે જ ભારતમાં ખરેખર લોકશાહીની શરૂઆત થઈ હતી .
પોતાના પદનો ક્યારેય પોતાના અંગત જીવનમાં કે પોતાના સગા વહાલા લોકો માટે ઉપયોગ નથી કર્યો . દેશમા ઘઉંની ભારે અછત હતી . ત્યારે અમેરિકાથી લાલ રંગના ઘઉંની આયાત કરવી પડતી . પણ જ્યારે શાસ્ત્રીજીએ જોયું કે આ ઘઉં પશુઓને ખાવા માટેના છે ત્યારે તેમને અમેરિકાને પણ કહી દીધું “ભારત ભુખ્યો મરી જશે પણ આ ઘઉં નહી ખાય”
એ કટોકટીમાં શાસ્ત્રીજીએ સાત દિવસમાં એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી . એ જાહેરાતને પુરી દેશે પોતાના માથા પર ચઢાવી લીધી . આ ઉપવાસને પ્રયોગ શાસ્ત્રીજીએ પોતાના જ ઘરના સભ્યો પાસે કરાવ્યો જ્યારે તે પ્રયોગ સફળ થયો ત્યારે આ આહ્વાન કર્યું .
આર્થિક કટોકટી પણ એવી જ હતી . પાકને જવાબ આપવા માટે હથિયાર જોતા હતા અને એ હથિયાર પૈસા વગર આવે એવું હતું નહી . દેશમા રૂપિયા બચાવો અભિયાન ચાલુ કર્યું . પોત પણ સંસદમાં બસમાં જતા હતા .
આવાતી ઘણી વાતો છે આ રાષ્ટ્રપુરુષની . પણ આજે ખરેખર આવા નેતા ખરા જે પહેલા કાયદા કે વ્યવસ્થાનું પાલન કરે અને પછી દેશમા એ કાયદો કે વ્યવસ્થાનું આહ્વાન કરે . એ યુગ હતો દેશપ્રેમનો અને આજે યુગ છે ઘર ભરવાનો .....
શાસ્ત્રીજીની પુણ્યતિથિ પર તેમના પવિત્ર અને દેશપ્રેમી આત્માને ખુબ ખુબ વંદન ........


મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111642825
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now