માણસ; માણસ ના બની શકે તો વાંધો નહિ. કમસેકમ મચ્છર જેવો બને તોય ઘણું. મચ્છરનું કામ ચટકા ભરવાનું છે. એ કામ તે નિષ્ઠાપૂર્વક કરે છે. એને ખબર છે એના કામથી બીજાને ચોક્કસ નુકશાન થવાનું છે. એને એય ખબર છે જો એ અવાજ કરશે તો એને જાનનું જોખમ છે. છતાં એ ચટકા ભરતા પહેલા ગૂંન...ગૂંન.. કરી સતત ચેતવતું રહે છે.
- મહેશ 'સ્પર્શ'