# અંગત મૃત્યુ બાદની અનુભૂતિ
સ્મશાન નો વૈરાગ્ય ફક્ત સ્મશાન સુધી.
જનાર સાથે ચાલે બધા સ્મશાન સુધી.
જનારની જગ્યા કદી પુરાતી નથી હોતી,
ખરું દુઃખ રહે ફકત અંગત સ્વજન સુધી.
ખરા સંબંધોનો પરિચય તો પછી થાય છે,
સગા સંબંધીઓ બધાજ આશ્વાસન સુધી.
સ્વસ્થ શરીર તો લાંબુ આયુષ્ય સારું લાગે,
બીમારી માં ઘર ખાલી આખરી શ્વાસ સુધી.
બીમારી ઘરને અને ઘરનાને કોરી ખાય છે,
એકછૂટે બીજાને કરજો અંતિમ શ્વાસ સુધી.
મૃત્યુ તો નિશ્ચત છે અહીં બધાનું અનિલ,
સાથ નિભાવે હમસફર છેલ્લા શ્વાસ સુધી.
અનિલ ભટ્ટ