ચિંતન યાત્રા દિલથી કરી જવાબ દે જો,
વૈરાગ્ય ભાવના રાખી જવાબ દે જો.
વિકાસની દ્રષ્ટિ રાખી દૂરબીનથી જો જો,
સત્ય વાતને હૈયે રાખી જવાબ દે જો.
ખુમારી બધાને વ્હાલી જ હોય છે, ને,
વીરતાની વાતો ઉરે ઉરમાં રાખી જવાબ દે જો.
આત્મ વિશ્વાસથી છલોછલ રાખી વાત મૂકી,
વફાદારીને વિશ્વાસ રાખી જવાબ દે જો.
તડપન ત્યારે થાય જયારે ચીર જાહેરમાં ખેંચાય છે,
અઝીઝને શ્રીકૃષ્ણ સન્મુખ રાખી જવાબ દે જો.
ભાટી એન અઝીઝ
03/01/2021