અજ્ઞાત ની ખોજ માં ઠેર ઠેર ભટકે છે તું માનવી,
ખુદ ની ખોજ માટે શાને અટકે છે તું માનવી?
દરેક અજ્ઞાત ખુદ માં જ સમાયેલું છે,
આ જ્ઞાત ને શા માટે ભૂલે છે તું માનવી?
એક એક ક્ષણ એ વહી રહ્યું છે જીવન તારું,
તો આ ક્ષણો ને શા માટે વ્યર્થ કરે છે તું માનવી?
જીવન નું સાચું સુખ તો તારા પોતાના માં રહેલું છે,
તો શાને અજ્ઞાત ની ખોજ માં રખડે છે તું માનવી?
-Mehta Mansi