લોકને સાંજ નથી ગમતી પણ સાચું કહું? મને તો ઢળતી સાંજ બહુ જ ગમે છે...દિવસના લોકને લીધે મારું હૈયું તારી સાથે વિતાવેલ મધુર પળો સંસ્મરણોને વાગોળી શકતું નથી ત્યારે આ આથમતી સાંજ મને એ લોકમાથી મુકત કરે છે ને હું તારા સંસ્મરણોમાં લીન રત મય બનું છું વિના કોઈ વિધ્ને અસ્ખલીતપણે..માત્ર ને માત્ર તારી જ બનું છું લૌકીક જગતના કહેવાતા વ્યવહારથી દૂર થઈને...મને આ સાંજ એટલે જ ગમે છે કે એ મારા જીવનમાં જીવન લાવે છે તારા અવાજ થકી....તને ગમે છે કે નહીં એ હું નથી જાણતી પણ હું તો એમાંજ જીવી છું જીવી રહી છું અને જો નિયતિ સાથ નહીં આપે તો કદાચ એ સાંજના સથવારે આવતી તારી યાદોમાં જ આયખું ગુજારી દઈશ...