Gujarati Quote in Poem by Kirtisinh Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા હું ચીન ની ચકલી છું , નિર્જીવ છું ને નકલી છું
સંકટ સમય હું લાવી છું ,ચકચાર જગાવા આવી છું

નિષ્પ્રાણ છું ,નિસ્કલંક છું ,નિર્જીવ છું ને નકલી છું
વૈશ્વિક સંદેશો લાવી છું ,બે ચાર ને જગાવા આવીછું

ચણ મારો ચપટી ભર્યો ,ઘર તો ખોબા સમાન ,
મારે ક્યાં ઓ માનવી ,ભેગો કરવો તો સામાન

મારુ ઘર રોજ બાળી તે તો બજાવી તાળી ,
કોન્ક્રીટ -જંગલો બનાવી તે તો કરી ઉજાણી

તણખલા ને ભેગા કરી તને બતાવા આવીછું
હા હું ચીન ની ચકલી છું , નિર્જીવ છું ને નકલી છું

સંકટ સમય હું લાવી છું ,ચકચાર જગાવા આવી છું
વૈશ્વિક સંદેશો લાવી છું ,બે ચાર ને જગાવા આવીછું

પામર છું પંખી છું પણ પ્રકૃતિ નો પ્રાણ છું ,
તું માનવ છે મહામાનવ છે તેને જતાવા આવીછું
વાત એટલા માટે યાદ આવી કે થોડા વર્ષો પહેલા ચીને કરોડો ચકલીઓ ને એક સામટી મારી નાખી હતી અને મારતું રહ્યું છે। ભારત માં પણ પર્યાવરણ ને લગતા અનેક પ્રશ્નો છે। આપણ ને પણ ચકલી હવે ક્યાં જોવા મળેછે। તોતિંગ ટાવરો ,વધતી ઇમારતો ,અમાનવીય જરૂરિયાતો,આધુનિકતા નો નશો એટલો બધો ચડી ગયો કે હવે તો પંખી ને ચણ કોઈક સેવાભાવી સંસ્થા ઓજ નિભાવતી હોય તેવું લાગેછે। આપણે માળા ના ફેરવીએ તો ચાલશે પણ ચકલી ના માળા ને સાચવીયે તોય પ્રકૃતિ ની પૂજા જ છે। ચકલી હમેશા પૃકૃતિ ના ખોળે રહેછે તો ખોળા ને સાચવીયે તે માળા ને સાચવીયે। કોણે ખબર ચકલી ના પ્રાણ પ્રકૃતિ ને આ મહામારી રોકવામાં સતત પ્રાર્થના કરતા હોય। એક ગજબ ની વાત કે પૃકૃતિ કોઈ ભાષા સમજતી નથી પરંતુ ભાવ જરૂર સમજે છે।
KIRTISINH

Gujarati Poem by Kirtisinh Chauhan : 111636729
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now