ગામ જવાનું
આજકાલ બનતું નથી
ગામ તો ગામ હોય
કાળી કુતરી ગામમાં વિયાય
અને એનાં ગલૂડિયાંને
ગોળ રોટલી ન ખવડાવું
કે સુવાવડી કૂતરીને
શિરો ન ખવડાવું
તો જીવતર ધૂળ લાગે.
ને કુતરાઓ
ક્યાં અપ્રિય હોય છે?
બારણે અડોઅડ
પાળેલા કુતરાઓ
ટૂંટિયું વાળીને બેસવા ટેવાયેલા નથી હોતા,
એ તો કંતાનના કોથળા પર
મોજથી સુતેલા જ શોભે
ને કોઈ રડ્યો ખડયો ચોર આવે
તો ચીરી નાખે એવું ભસે
એવુ ભસે કે આખું ફળિયુ જાગી જાય.
કુતરાઓ પાળવાનું
ને વિયાયેલી કુતરીઓને
શિરો ખવડવાનું
પુણ્ય લેવા જેવું છે.
ગલૂડિયાં મોટા થાય
એમાંથી કોઈ વિરલો પાકે
તો બની શકે
ધર્મ રાજા જેમ
કદાચ સ્વર્ગનો માર્ગ સર કરી લે.
*અતીત