Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભુલ માટે માફ કરવું અને કરેલી ભુલનો સ્વીકાર કરવું એ સૌથી હિંમત ભરેલું કાર્ય છે.

ભુલ કોનાથી નથી થતી?આખી દુનિયા ફરીશુ તો પણ આપણને એક વ્યક્તિ એવી નથી મળતી જેમને ક્યારેય કોઈ પણ ભુલ ન કરી હોય.દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક ને ક્યારેક અને કોઈક ને કોઈક વખત કોઈને કોઈ પ્રકારની ભુલ કરી જ હોય છે.કેટલીક ભૂલો એવી હોય છે જે આપણાથી અજાણતા થતી હોય છે જ્યારે કેટલીક ભૂલો એવી હોય છે જે આપણે જાણતા હોવાં છતા પણ કરીએ છીએ.

ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે જૂઠું બોલવુ એ ખરાબ છે તેમ છતા પણ આપણે કેટલીક વાર જૂઠું બોલતાં હોઈએ છીએ અને પાછું જૂઠું બોલીને આપણે એનો સ્વીકાર પણ નથી કરતા કે હા હુ જૂઠું બોલ્યો.
આવી રીતે કરેલી ભુલ એ જાણી જોઈને કરેલી ભુલ છે.

મહાભારતમાં પાંડુ રાજા વન ભ્રમણ માટે જાય છે ત્યારે તેઓ વનમાં શિકાર કરવા માટે જાય છે એ સમયે એમનાંથી ભુલથી પ્રાણીની જગ્યા એ ઋષિ પર શબ્દભેદી બાણ ચલાવી દે છે એ સમયે વનમાં કોઈ જ ન હતુ તેમ છતાં પણ તેઓ એમની ભૂલનો સ્વીકાર કરે છે અને એની સજા રૂપે તેઓ રાજપાટ છોડી ને વનવાસ માટે જતા રહે છે.આ ઉદાહરણ અજાણતા થયેલી ભુલ છે.

આજે આપણે ભુલ કરી ને પણ ભુલનો સ્વીકાર નથી કરતા. કે ભુલ કરે છે એને આપણે માફ પણ નથી કરી શકતા.

પણ મિત્રો મારા મંતવ્યો પ્રમાણે આપણે જે ભુલ કરી હોય એનો સ્વીકાર કરી લેવો જોઈએ. કેમ કે ભુલ નો સ્વીકાર કરવાથી માનસિક શાંતિ મળે છે.જો કોઈપં4 ભુલ કરે તો એને પણ માફી આપી દેવી જોઈએ.

Rajeshwari Deladia

Gujarati Motivational by Rajeshwari Deladia : 111635673
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now