Gujarati Quote in Tribute by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને વૃક્ષ માફક
પર્ણો ફૂટે ને
હૃદયમાં કંઈ
ચકલીઓ નિડ બાંધે !

- જગદીશચંદ્ર ત્રિવેદી (જ.ત્રિ.)

ઋજુ હૃદય, માનો છાંયો સતત ઇચ્છતું અસ્તિત્વ, પ્રકૃતિ સાથેનું પોતાનું આંતરિક સાયુજ્ય સ્થાપવા સતત મથતો એક માનવ . . .

અમારા સૌના મોટા ભાઈ . . . જગદીશચંદ્ર ત્રિવેદી હળવેથી અસ્તિત્વમાં ભળી ગયા છે . . .

છેલ્લા ઘણા વર્ષોથી શરીરની નબળાઈ સામે ઝીંક ઝીલતો આ માણસ . . . અભિનય ના ઓરતા, સાહિત્ય માણવા અને સર્જવાની સતત મથામણ . . .

છેક છેલ્લા દિવસોમાં પણ પોતાની એક અંગત આધ્યાત્મિક અનુભૂતિ પણ શેર કરી ફેસબુક પર. શરીરના બંધનોને ગણકાર્યા નથી, ફેસબુકે એમની લાગણીના પ્રવાહને મુક્ત તક આપી.

પોતાની આગવી તરહ એમની ઓળખાણ. એમના મુક્તકો વાંચું તો એમને એમ જ ઓળખી જાઉં કે આ તો મોટા ભાઈ જ . . .

એમનું લલિત ગદ્ય પરબ અને અન્ય સાહિત્યિક સામયિકોમાં સ્થાન પામ્યું . . .

કિરીટભાઈ દુધાતે એમના અવસાન અંગે જાણીને કહ્યું . . . "જગદીશચંદ્રભાઈનો એક નિબંધ એતદ્દ માટે સ્વીકારની હમણાં જ જાણ કરેલી . . ."

એ નિબંધ છપાય ત્યાં સુધી તો રાહ જોવી'તી મોટા . . .

दर्द सीने में छुपाए रक्खा
हमने माहौल बनाए रक्खा

मौत आई थी कई दिन पहले
उसको बातों में लगाए रक्खा

- मदन मोहन दानिश

- ધ.ત્રિ.

Gujarati Tribute by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111635583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now