ઝાંઝવાના જળ તો જોવાના હોય છે,
પ્યાલો ભરી ને પીવા ના હોય નહીં.
મેઘ ધનુષ્યના રંગો તો જોવાના હોય છે,
ભાલના કુમકુમ માં ઘોળવાના હોય નહીં.
ઝગમગતા તારલા જોવા જોવાના હોય છે,
પૂનમના તેજમાં ઢળવાના હોય નહીં.
ઝરણાના નીર તો પીવાના હોય છે,
તન નાં પાયો એમાં ધોવાના હોય નહીં.
કાગળના ફૂલો તો શોધતા હોય છે,
પોયણું બનીને ખીલવાના હોય નહીં.
પાનખરના પર્ણો તો ખરવાના હોય છે,
વસંતના વાયરા ને રોક્યા રોકાય નહીં.
-ક્રિષ્વી