Gujarati Quote in Poem by Hemali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાત કહું...
ચાલ ને... પાછા બાળક બની જઇએ
અલ્લડ‌ શેરીઓમાં
રમીએ ગિલ્લી ડંડા-સંતાકૂકડી
ઝુલીએ વડલાની ડાળી એ
ખાઈએ આમલી-કાતરાંને
ખાટી-મીઠી પીપરો-ગોલાં
સાથી સંગે ચીસો પાડતા
સખી સંગાથે ધકકા મુક્કી કરતા
લટકાવી ખભે દફતર નિશાળે જઇએ
દાદાજીની લાકડી લઇ રમીએ
ખોળે સૂઇ દાદીનાં
સાંભળીએ વાર્તા અને હાલરડાં
કરીએ ચાંદામામા સંઞ સપનાંઓની સેર
ના કોઇ ચિંતા ના કોઇ ડર
ના કોઇ જાતપાતનો ભેદ
ના કોઇ સમયની કેદ
ઊડીએ ખુલ્લાં ગગનમાં
બની મુકત પંખી
એક વાત કહું...
ચાલ ને... પાછા બાળક બની જઇએ
-ख्बती Liba

Gujarati Poem by Hemali : 111628220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now