Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાપુરુષો કહી ગયા છે કે જગત મિથ્યા છે અને *બ્રહ્મ સત્ય છે* મિથ્યા એટલે જે વસ્તુ મેળવવા મનુષ્ય પોતાનું આખું આયુષ્ય ગુમાવી દે તો પણ અંતકાળે તેની સાથે કંઈ પણ નો આવે. પુત્ર પુંજીથી લઈને પોતાનું શરીર જુઠુ અને ધોખેબાજ સાબિત થતા. અંતિમ વિસાદના નિસાપા નાખી હતાશા. તૃષ્ણા. અને નવા શરીરની વાસના લઈને આ ફના દુનિયાને છેલ્લા જુહાર દઇ. માનવ મન ભ્રમિત થઈ અનંતની સફરે ચાલી નિકળે છે. *નથી જીવનમાં સુખ પામતો કે નથી શાંતિ. કે નથી સંતતી અને સંપત્તિ* આ છે માનવ જીવનની કહાની.
તો પણ અનુભવી મહાપુરુષો એવુ પણ કહી રહ્યા છે કે *ખારા સમંદરમાં મિઠ્ઠિ એક વીરડી* એટલે કે સંસાર ભલે ખોટો હોય પરંતુ સંસારની પેલી પાર લઈ જવા માટે *મહાન સદગુરૂ મહારાજના સત્સંગ અને તેમનુ પાવન સાનિધ્ય પરમ સત્ય હતુ છે અને અનંત કાલ સુધી રહેવાનુ* પણ એટલુ જ સત્ય છે. જુઠા જગતમાં *સાચા સંતોની સંગતી પ્રાપ્ત થઈ જાય તો* તો ભલા બિચારી માયા તેમજ માયાવી જગત *સાચા સાધકનું શુ નુકશાન કરી શકવાનું* મહા ભાગ્યવાન એ માનવ છે કે તેમને *સાચા મહાસંતોના જ્ઞાન ઉપદેશ મળ્યા છે* તેવા ઉપદેશકના પગ પાસે *યમરાજ ધુળમાં આળોટતા હોય છે* તેમજ માયા તેમના ધરની દાસી બની *સેવા* કરતી હોય છે. બસ એક વખત *ગુરૂ ગમની ચાવી હાથમાં આવી જવી જોઈએ* ધન્ય છે તે નીજારી નર નારને સો ટોપની સલામ
🙏🙏🌹👏👏
*જય સીતારામ*
*જય અલખધણી*
*જય ગુરૂ મહારાજ*

Gujarati Religious by બાબા સત્સંગી : 111624565
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now