દાસ જેરામબાપુ ની વાણી
🎻🎻🎻🎻🎻🎻
એ જી મનવા ભજીલેને કીરતાર તારી બેડલી થાશે પાર,મન તું ભજીલે કીરતાર,🧎🏻
એ જી જનુની જઠર માંહી તે ખુબ કર્યો તો પુકાર, રે,
દીનબંધુ ને દયા આવી પછી કાઢ્યો તુને બહાર,
મન તું ભજીલે,🧎🏻
એવી અંતર જામી ને ગરૂડા ગામી ને કરૂણા ઉપજી અપાર,જી
સંકટમાંથી છોડાવ્યો પછી બહાર દીધો અવતાર રે,
મન તું ભજીલે,🧎🏻
એવો અવતાર તારો આવ્યો અવની માં વાલે કર્યો વિચાર,જી,
જનુની ના થાને દુધ કરીને આપ્યો તારો અહાર રે,મન તું ભજીલે,🧎🏻
એ જી બાળાપણ તે ખેલમાં ખોયું ને લાગ્યો રમતમાં પ્યાર જી,
જુવાનીમાં અંધ બની ને કામે કર્યો ખૂવાર રે,મન તું ભજીલે,🧎🏻
એવા મોહ માયામાં મહાલવા લાગ્યો ને કરવા માંડ્યો વેવાર જી,
તારે માથે નગારા મોતના વાગે મુર્ખ મનમાં વિચાર રે,મન તું ભજીલે,🧎🏻
એવા કાળા મટીને ધોળા આવ્યાં તોય ન ભજા મોરાર,જી
પુત્ર ને પુત્રી પ્રેમદામા બની ગયો તું ખુવાર, રે,મન તું ભજીલે,🧎🏻
એવું કાલ કરતાં આજ સારું ને આજથી સારી અત્યાર,જી,
દાસ જેરામ ને ગુરુ અમર મળ્યા વિના વીલંબે બનીજા હોશિયાર રે,
મન તું ભજીલે,🧎🏻
🔥🌴🔥🌴🔥🌴
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏👣👣🙏🙏