અનુભવ એને કેવાય જેમ પક્ષી પોતાના બચ્ચાને ઇંડા માથી બહાર કાઢે પછી ખોરાક પુરો પાડે ત્યાર પછી પાઁખો આવે અને પક્ષી ઉડતા શીખી જાય પછી પક્ષી ની મા છોડી દીયે છે. એમ ગુરુ પોતાના શિષ્ય ને આ જગત ના માયા રુપી ઇંડા માથી છોડાવવા સ્વાસ -ઉસ્વાસ ની પાંખો આપી છે તો આ અનુભવ ની પાંખ થી શિષ્ય એ ઉડવુ જોઇએ . નહિ કે ગુરુમાં ની આંગળી પકડિ ને ચાલવા કરતા અનુભવ ની પાંખે ઉડવુ જોઇએ .સ્વતંત્રતા ના મળે તો મુક્ત ના કેવાય .આકાશ માં ઉડાન ભર્યા પછિ પક્ષી થોડીવાર પાંખો સ્થિર રાખવા છતા ઉડવા નુ ચાલુ જ હોય છે એમ શિષ્ય સ્વા-ઉવાવા ના સમરણ થી કરે તો કદાચ સ્વાસા સ્થિર થાય તો પણ સમરણ ચાલુ જ રહે છે .એ પોતાનો સાચો અને સ્વ અનુભવ છે.