બાળકદાસબાપુની વાણી...
........................................
સંતો ફોડી માયાની મટકી
મટી ગઈ ફેરી ભવકી....
તું નથી માયા માયા નથી તારી.
દ્વૈત ભાવમાં રહ્યો ભટકી.
સત સમશેર હાથે ધરી.
લગાવી ધ્યાનની ઝટકી...
ધ્યાન લાધ્યું ને જુક્તિ જાગી
ત્રિવેણી રહી અટકી.
નિરાધાર પર પિયુ સુતા તેની
સોડમાં સરકી....
પિયુ મળ્યાને મહાસુખ પામી
રણુંકારે લાગી ચટકી.
અમર વર અવિનાશી ને વરી
કાળ મુખેથી છટકી....
સત શ્વાસા દોર સંઘાણી
મોહ મમતા ને પટકી
દાસ "બાળક "મંગલ ચરણે
ખોજ કરી આ ઘટકી...
........................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
👏👏👏👏👏👏👏