નિષ્ફળતા... થી સફળતા ની મંઝિલ સુધી
સફળતા નથી કઈ સસ્તી કે મળી રહે રસ્તા મા વેચાતી,
ચાવવા પડે લોઢા ના ચણા ત્યારે દર્શન થાય સફળતા ના,
નથી શોધાયો કોઈ એવો જાદુઈ ચિરાગ કે મળે સફળતા આસાની થી,
નિરાશ થઈ પ્રયત્નો પડતાં મુકાય નહીં મળેલી પ્રથમ પ્રયાસ ની નિષ્ફળતા થી,
નિષ્ફળતા તો છે સફળતા નો પહેલો મજબૂત પાયો,
હારી થાકી ને નાસીપાસ થવાય નહીં થોડા પ્રયત્નો ની મળેલી નિષ્ફળતા થી,
કેટલા પ્રયત્નો પછી મળશે સફળતા??
કોઈ છાતી ઠોકી ને કહી શકે નહીં,
હજાર નિષ્ફળ પ્રયત્ન પછી કરોળિયો બાંધી શકે સફળતા થી રહેવા ને ઝાળુ,
અડગ મન થી કરીએ હજારો નિષ્ફળતા નો બહાદુરી થી સામનો,
સકારાત્મકત દ્રષ્ટિકોણ રાખી નિષ્ફળતા ને હરાવી સફળતાની સીડી ચડાઈ સડસડાટ,
મળેલી સફળતા ટકાવી છે ઘણી અઘરી, કરવી પડે ઘણી મહેનત ટોંચ ઉપર રહેવાની,
મળેલી સફળતા ના નશા મા ભુલાય નહીં વિવેક ભાન રાખવું પડે એનું સતત ધ્યાન,
કરીએ જો સફળતા નું ભૂલી થી પણ ગુમાન તો ટોચ ઉપર થી પટકાતા લાગે નહી વાર....
હિરેન વોરા
તા. 23/07/2020