કનૈયા માટે....
એ જે મારી સાથે નથી, કે જે મારી પાસ નથી,
બસ એક એહસાસ છે,અને કોઈ અહેસાસ નથી.
પ્રેમદિવાની મીરાં છું હું ને એ પથ્થરનો કૃષ્ણ કનૈયો,
એને શું ફરિયાદ કરું હું, દિલ જેની પાસ નથી.
એના સુખમાં ખુશ થાઉં ને એના દુખમાં રડી લઉં,
જેને મારા રંજોગમનો રત્તીભરનો આભાસ નથી.
પાણી વગરની માછલીની જેમ રહીને તડપ્યા કરું,
જરા અમથું દિલ તૂટ્યું છે,બીજું તો કંઈ ખાસ નથી.
સાગર દરિયો,વાદળ નદીઓ સઘળા નક્કામા બન્યા,
કેવી રીતે બુઝાસે, એની જેવી-તેવી પ્યાસ નથી.