મનનાં તરફડાટ નું કારણ તું,
મુખ પરના મલકાટ નું કારણ પણ તું,
હોઠ પરના મૌન નું કારણ તું,
ગાલ પરની લાલી નું કારણ પણ તું,
ભીતરના કોલાહલ નું કારણ તું,
વળી ભીતરની શાંતા નું કારણ પણ તું,
દુઃખના દાવાનળ નું કારણ તું,
મારા સુખ સાગરનું કારણ તું,
તારા અસ્તિત્વનું કારણ તું,
મારા અસ્તિત્વનું કારણ પણ તું,
આજ કલમ થઈ ગાતી એનું કારણ તું જ,
આંખો થઈ રાતી એનું કારણ પણ તું જ..!
"યોગી"