લાગણી કોને કેહવાય?
જ્યારે તમારા હ્રદય નું રુદન એની આંખ ની ભીનાશ માં દેખાવા લાગે
તમારું સ્મિત એના ગાલ ના ખાડા માં છબછબિયાં કરવા લાગે,
જયારે તમારા સપનાઓ એના હ્રદયપટ પર નૃત્ય કરવા લાગે,
જ્યાં સાત ફેરા વગર જ વચનો નિભાવવા લાગે,
જ્યાં ની:શબ્દ જ વાક્યો સમજવા લાગે,
ના બોલવા છતાં વાતો નો ચિતાર મળવા લાગે,
બંધ આંખો પોપચાં માં મિલન ના સ્વપ્નો દેખાવા લાગે,
ખૂલેલા નયન ની પાપણો માં સુંદર છબી હ્રદય સમીપ આવવા લાગે,
લાગણી તો હ્રદય થી હ્રદય ને જોડવાનો અણમોલ અકલ્પનીય માર્ગ છે ...
✍️"jihan"✍️