તારી યાદોના સ્મરણમાં જીવું છું;
વસંતની વાટમાં પાનખરમાં જીવું છું.
રોઈને મારી આંખો સૂકાઈ;
આંસુના એક એક કતરામાં જીવું છું.
સપનામાં તારી સાથે કરેલી વાતો યાદ આવે;
હું રાતના ભયાવહ અંધકારમાં જીવું છું.
પ્રેમની નાવ અટવાઈ છે તોફાનમાં;
આવે કિનારો એની રાહમાં જીવું છું.
લખ્યો છે પ્રેમપત્ર તને મેં;
તારા જવાબની રાહમાં જીવું છું.
યાદોના આંસુઓને આંખોમાં રોકી;
મુખ પર સ્મિત રાખીને જીવું છું.
પુછવું છે મારા દિલને નિમિકા;
કેમ તારા વગર દિલ ધબકતું હું રાખું છું.
નિમિકા.
#પુછવું