કલા તો દરેક માનવીમાં અનેરી હોય છે.
સ્ટેજ વગરની કલા માનવીમાં જ હોય છે.
સાચી કલા ના સાચા ઉપાસકો અનેક પણ,
દુનિયા માં તેમની કદર જ કયાં હોય છે?
કોઈ પણ કલા ના કલાકાર ની કદર કરજો,
કલા ને જીગર ના ખૂન થી ઉછેરી હોય છે.
જાણવા છતાં અજાણ બનવું કલા છે અહીં,
દુનિયામાં તેવા કલાકાર તો અનેક હોય છે.
#કલા