દેખાવે સુઘડ અને ઘાટીલા લાગે તેઓ પણ જરા સ્પર્શ કરો તો કોઈ જંગલી વનસ્પતિ જેવા અંદરની તરફ વળેલા સુંવાળા કાંટા હોય કાચમહેલમાં ધુમ્મસના દેહ લઈને હરે-ફરે હિલિયમથી ખીચોખીચ ભરેલા હલકા ફૂલકા ગોળા જાણે- કોઈ જાદૂઈ સ્વિચ ‘ઓન’ થાય તો અચૂક ઝળહળે ફૂલોના ગુચ્છા જેવા ભરાવદાર અને ભારઝલ્લા ટોચ પર એકલા જીવવા જન્મેલા સતત માણસૂડાં
#જંગલી