પાની તારી કેમ પાછી પડી!
હું એ જ દ્રાર પર તો ઉભો હતો.
વિશ્વાસ ડગ્યો તારો કે પછી મારા પર?
આજ મનમાં અણધારેલી થાપ પડી,
કેમ આવડી મોટી ભૂલ થઈ!
નિઃસંકોચ આવ તું.
જે હોય વાત.
એ તું, આ ઓરડે, ને શાંત હૈયે કહે જે.
ભલે થઈ હોય રાત,
આવ હજીયે તું,
આ આંખમાં તો તારા વિના ના ઊંઘ રહી.
પાંપણ પણ જો હજીએ સ્થિર છે.
તારા વિના શું આ કોઠામાં રહેશે મારો જીવ.
હું એની કેમ આણ ભરું!
હવે તો આવ ઊભાં બાંરણે,
જે હોય તે સાફ કહે,
બસ હું એ જ તને અરજ કરું
આવતા સૂરજે તો ,
કોઈના કાધે હશે મારી લાશ.
કારણ જે હોય તે,
પણ તું મારા અંતનું નિમિત્ત ન બન.
એ જ નિર્ણયથી આગળ વધ.
તારીખ :15/04/2020
વીજભગત