ખોટાં સંબંધો ચણનારા ઘણાં હોય છે,
મહોરાઓ પહેરી ફરનારા ઘણાં હોય છે..
જયાં ત્યાં જખમો બતાવીને શું કરવું?
મુઠ્ઠીમાં મીઠું ભરી ફરનારા ઘણાં હોય છે.
લાગણીની કિંમત કરી શકો તો કરી જુઓ,
બાકી પૈસાના પોટલાં ગણનારા ઘણાં હોય છે
દોષ તરફ આંગળી ચીંધે એ સાચાં,
પ્રશંસાનાં પુલ બાંધનારા ઘણાં હોય છે..
બહુ અંગત કહી શકાય એવાં તો એકાદ,
બાકી દુનિયામાં જાણનારા ઘણાં હોય છે..
અંદર વેદનાના મેઘ ગાજે ને હસતો ચહેરો,
આંખ પાછળ આંસુ છુપાવનારા ઘણાં હોય છે..