માધવ ક્યાંય નથી મધુવનમાં,
સલવાયો છે રૂક્ષ્મણી સાથે કિચનમાં.
રાધા કરે છે વિલાપ ગોકુળના ટાઉનમાં,
પરંતુ કેમ કરીને જવું લોકડાઉનમાં.
પહોંચવું છે ગોપીઓના મન સુધી,
પરંતુ રાસલીલા બંધ છે જુન સુધી.
માસ્ક બાંધીને જતો રહે રાધાના ગામમાં,
પણ રૂક્ષ્મણીએ બાંધ્યો છે એને ઘરકામમાં.
અને સખાઓ ન નીકળતા બહાર આવી ધુલાઈમાં,
માધવ મળશે તમને હવે છેક જુલાઇ માં.
સુદર્શન ક્યાં વાપરીશ આ ક્યાં 'કંસ' છે,
ઘરમાં રહી મારી શકાય આ 'કોરોના' ના દંશ ને.