*વ્હાલી દીકરી*
જન્મી ત્યારથી જ માનવી તું એને ધિક્કાર તો રહ્યો,
શુ દીકરીનો અવતાર લઇ એણે કાંઈ ગુનો કર્યો.
પુત્ર ના પેંડા વહેંચે બાપ માસુમ દીકરીને જોઈ નારાજ થયો
અરે નસીબદાર માન જાતને તારી કે દીકરી નો જન્મ થયો.
જોઈ દુનિયા ને દીકરી મીઠડું મલકાય,
એની ખુશી સહન ન થઇ કે તારી આંખ છલકાય.
થોડા દિવસ તારા આંગણાનું મહેમાન થવા આવી,
છતાંય મિલકત માંગનાર દીકરામાં જ તે ખુશી સમાવી.
jigna.r.rabari