આશ્ચર્ય તો એ વાતનું છે કે
તારી ના છે છતાંય હા જેવું ભાસે છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે
તારી નફરતમાં પણ પ્રેમની ઝલક વર્તાય છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે
તું જોજનો દૂર છે છતાંય પાસે હો એવુ લાગે છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે
તું કઠોર છે છતાંય તારામાં મૃદુતા છલકાય છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે
અરસપરસ પ્રીતિ છતાંય એકરાર કરતા કેમ મન અચકાય છે???
#Wonder