જે મન તારુ ઉદાસ છે,
વિવિધ સ્વપ્નની તલાશ છે!
વાત એક ખાસ છે,
જેની તને ભળાશ છે,
વિચાર કર, સવાલ કર,
વિચાર કર સવાલ કર તારી ખામીઓ પર વાર કર!
જે મન તારુ ઉદાસ છે,
વિવિધ સ્વપ્નની તલાશ છે!
મદદ મળે એ ભાસ છે,
કેમ પારકાની આસ છે?
તૈયાર કર, પ્રહાર કર
તૈયાર કર પ્રહાર કર તારી હદ બધી પસાર કર!
જે મન તારુ ઉદાસ છે,
વિવિધ સ્વપ્નની તલાશ છે!
રામને પણ ત્રાસ છે,
તો તારી શું વિસાત છે!
બહાર ફર, બબાલ કર
બહાર ફર બબાલ કર તારી રાત ને સવાર કર!
જે મન તારુ ઉદાસ છે,
વિવિધ સ્વપ્નની તલાશ છે!
તારા દિલ મા જે ઉકાળ છે,
ધગત ધગત જવાળ છે,
પ્રમાણ કર, કમાલ કર,
પ્રમાણ કર કમાલ કર તારા હાથમાં સંસાર કર!
જે મન તારુ ઉદાસ છે,
વિવિધ સ્વપ્નની તલાશ છે!
જીવન એક રાસ છે,
જો કાન્હ તારી પાસ છે! "વ્રજકણ"
ના હાર કર, આ સાર કર,
ના હાર કર આ સાર કર તારા સ્વપ્નને તું પ્યાર કર!
જે મન તારુ ઉદાસ છે,
વિવિધ સ્વપ્નની તલાશ છે!
#વિવિધ