#વિવિધ
આજ ના વગાડ જે વાંસળી કાન્હા!
કે રાધા છે આજે કવોરેન્ટાઈન માં!
યમુનાના તટ છે ગાયો વિહોણા,
ગોપાલક છે આજે લોકડાઉન માં...
કે રાધા છે આજે કવોરેન્ટાઈન માં!
દ્વારકા ની સોના ની વાટ છે સુણી,
વૃંદાવન જાણે ઉજ્જડ વન..
કે રાધા છે આજે કવોરેન્ટાઈન માં!
વાસુદેવ અને દેવકી છે આઇસોલેશન માં,
પટરાણી તારી વિરહ ..વેદના માં..
કે રાધા છે આજે કવોરેન્ટાઈન માં!
ભરખી ગયો છે આજે કોરોના જગ માં
તું શાને મલક મલકે બંધ દરવાજે....
કે રાધા છે આજે કવોરેન્ટાઈન માં!
છે તારી# વિવિધ લીલા ની વાત તો,
સુદર્શન ચક્રથી પૂર્ણ કર આ લીલા પણ....
કે રાધા છે આજે કવોરેન્ટાઈન માં!
આજ ના વગાડ જે વાંસળી કાન્હા!
કેરાધા છે આજે કવોરેન્ટાઈન માં !
જય શ્રી કૃષ્ણ