Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઉગમણેથી આવ્યા સપના*
🧚🏻‍♀️💃🏻🧚🏻‍♀️💃🏻🧚🏻‍♀️
ઉગમણેથી જોડાયો રથ,
રથમાં બેસીને આવ્યો કંકુ વેરતો સુરજ.....!
ઉગમણેથી આભમાં રેલાયા રંગો,
ઘેરા સ્પંદનોથી ઝણઝણીત થયા અંગો....!
મનેય ઉગમણેથી આવ્યાં'તા સપના,
આંખની અંદર ભરાયા'તા છાનાં છપનાં....!
અધુરી ઈચ્છાઓ થતી સપના થકી પુરી,
ભ્રંમણાઓ થકી બુરાઈ પર
ફેરવાતી છુરી....!
બતાડ્યા આભાસી
રંગોને કેલીડોસ્કોપના માધ્યમ થકી,
સમજી આ
વાત મારા
જાગરણ પછી....!
*સપના એ તો સપના*...!
ક્યારેય ન થાય
એ તો આપણા...!
*શીખ આપતું ઉત્તમ માધ્યમ*
સપના બધા હકીકત થતા નથી,
થશે બધુ હકીકત,
તો તો તો....
સપનામાં શું જોશો?!
*અધુરી ઈચ્છાઓ*
બે સપના નિકળ્યાં'તા
ફરવા,
એક ઘર શોધતા'તા
રહેવા...!
સપનાની તો વાત નિરાળી,
ઉગમણેથી આવ્યાં'તા સપના
લઈને રાત
હરિયાળી....!
🧚🏻‍♀️💃🏻🧚🏻‍♀️💃🏻🧚🏻‍♀️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

,

Gujarati Poem by Rutambhara Thakar : 111397094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now