*ચહેરો એક*
*પુસ્તક છે*
📚👩🦰📖👨🦰📚
ચહેરો એક પુસ્તક
છે વાંચી શકાય
તો વાંચો,
તમને તરત જ ઓળખાઈ જશે માણસની
જીંદગીનો ઢાંચો...!
અભાવોના ભાવ ચહેરા પર
તરત જ ડોકાય,
એકેએક અવ્યક્ત લાગણી ચહેરા પર સહજ રોકાય....! ચહેરે ચહેરે
જુદાજુદા ભાવ.
કાયમ જ ચહેરા પર ડોકાય.....!
કરડાકીભર્યો,
ચાલાકીભર્યો,
ખંધાઈભર્યો,
બોલકો ને કો'ક વળી તદ્દન શાંત,
કો'ક ખુબ ગુસ્સેલ,
કો'કને ચહેરે મળે
કાયમ નિરાંત....!
ચહેરા પરના ભાવ
વાંચતા આવડે
તો હંમેશા
ચોખ્ખા વંચાય,
કેટલાક ચહેરા પણ પુસ્તક જેવા,
હંમેશા મુખપૃષ્ઠ
જોઈને વંચાય....!
પછી ભલેને નીકળે અંદરથી ભારોભાર અંચાઈ....!!!
એવુંજ ચહેરામાં ય
બહારથી રળીયામણાં,
અંદરથી અજંપા ને અભાવોના
ઉમટ્યાં હોય મહેરામણ....!
ચહેરો ,ક્યારેક દેખાય જાણે
દળદાર પુસ્તક,
વાંચવા બેસો તો નીકળે મામૂલી
મુક્તક....!
રામાયણ,
મહાભારત,
કુરાન કે બાયબલ,
ચહેરા થકી
વંચાય જાય
આખા જીવનની સાયકલ....!
ચહેરા ને પુસ્તકમાં
ગજબનું સામ્ય,
જણાવે આખું
કથાનક,
પછીથી ભયંકર ભુતાવળ નીકળે અંદરથી અચાનક...!
*હોય કાંઈ ને દેખાય કશું*,
ચહેરા જોઈને કલ્પનાના કિલ્લા રચુ,
પછી નાહકની હોશિયારી પર
જાતે જ હસુ....!
ચહેરો એક પુસ્તક છે,
વાંચતા આવડે તો વાંચો,
નહીતર ખોટી હોશિયારીનો
તમારા ચહેરે જ પડશે,સાટ્ટ દઈને
એક તમાચો....!
📖👩🦰📚👨🦰📖
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*