Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકડાઉન લંબાયું.
1.જેઓને વિના કારણે કોરોનાને લીધે spouse થી દુર થઈ જવું પડ્યું છે,(એમાં મારો થોડા વખત પહેલાં જ પરણેલો પુત્ર પણ આવે. ),
2.જેઓ ફરજ બજાવતા કુટુંબને મળી શકતા નથી,
3.જેઓ એકાકી વૃદ્ધ દંપત્તિઓ છે કે
4.જેઓ વતનમાં જવા નીકળેલા ને વચ્ચે ફસાઈ પડ્યા છે,
5.જેમનાં કેટલાંક કામ પ્લમ્બર , ઇલેક્ટ્રિશીઅન કે મિસ્ત્રી જેવા કારીગરો ન મળવાથી અટકી પડ્યાં છે,
6.જેમને કોરોના નહીં પણ એસીડીટી, સાદો ફલ્યુ , નાની ઇજા જેવી નાની બીમારીઓ ઉભી થઇ છે અને ડોક્ટરો મળે તેમ નથી,
7.જે વૃદ્ધ ને પત્ની ગુજરી ગઈ હોઈ ટિફિન પર જીવતા હોય ને ટિફિન બંધ હોય,
8.જે વૃદ્ધા રસોઈ ન કરી શકતી હોય કે
9.સામાન્ય બિઝી યુવતીને રસોઈ આવડતી ન હોય એટલે રસોયણ રાખી હોય જે આવતી ન હોય,
10.કેટલાંક કારણોસર ઘરનાં વાસણ કપડાં સફાઈ જેવા કામ ન થઈ શકતાં હોય ને કામવાળી આવી શકે એમ ન હોય -
એ સહુ વર્ગ પ્રત્યે પુરી હમદર્દી. એમનો કાળ વધુ કપરો બન્યો.
સહુના જીવની સલામતી માટે સહન કર્યું તો હજુ થોડું કરીએ.
આશા રાખીએ ટનલને અંતે જલ્દી પ્રકાશ દેખાય.

Gujarati Blog by SUNIL ANJARIA : 111397077
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now