વિવિધ પ્રકારના લોકો જ અહીં મળે છે.
વિવિધતા માં એકતા ભારત માં મળે છે.
પંચ ત્યાં પરમેશ્વર એવું રહ્યું નથી હવેતો,
વિવિધ વિચારવાળા એક ઘર માં મળે છે.
વિવિધ રીતે મનાવવાનો પ્રયત્ન કર્યો અમે,
કે છોડી દે ,બેકારી નો સાથ અહીં મળે છે.
વિવિધ રૂપ જોયા ગરીબીના આજકાલ,
બંગલા કે ફ્લેટ માં રડતા બધે જ મળે છે.
#વિવિધ