Gujarati Quote in Blog by Chetan Tanna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં કાંઈ ખૂટતું નથી,
કોઈ વહેલું ઉઠતું નથી
નાસ્તાનાં ટેબલ પર,
થાય છે વાતોનાં વડા..
પરવારીને જલ્દી હવે
નહાવાનું સૂઝતું નથી
ઘરમાં કાંઈ ખૂટતું નથી,
કોઈ વહેલું ઉઠતું નથી

ઝાડુપોતાંની
થઈ ગઈ છે આદત
ને ચોખ્ખુંચણાક
હવે લાગે છે ઘર
કોઈપણ ક્યાંય કશું
આડુંઅવળું ઘરમાં
જરાય મૂકતું નથી

ગરમ ગરમ જમવાનું,
ને પ્રેમ ભર્યો આગ્રહ.. !
વધારે ખાઈને,
આફરો ચડાવી
હુંફાળી બપોરે સુવાનું
કોઈ જરા ચૂકતું નથી

ઘરમાં જ થઈ જાય છે,
મિજબાની સાંજે,
પણ
એનાં ફોટા ફેસબુક પર
કોઈ હવે મૂકતું નથી

હોટલ ને ડિનર,
પાર્ટી ને પબ થીએટર, પોપકોર્નનાં ખર્ચા ગાયબ
ઘરનું ખાવાનું ને ઘરનું ટીવી
હવે
કોઈપણ કશા માટે ઝૂરતું નથી

હવે પાછુ જવાનું
જો આવશે ઓફિસ
તો શીખવું પડશે
બધું નવેસરથી
મનની શાંતિ ને
પરિવારનો પ્રેમ
હવે પૈસા પાછળ
છોડ, ઝૂરવું નથી
આખી દુનિયા
જાણે વસી છે ઘરમાં
ખોટેખોટી આ દુનિયાની હોડમાં જીવતેજીવત ,
જાઓ હવે મરવું નથી
હવે પૈસા પાછળ
છોડ, ઝૂરવું નથી

Gujarati Blog by Chetan Tanna : 111396835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now