#વિવિધ
આજ બાગ ખીલી ઉઠ્યો છે વિવિધ ફૂલોથી
છતાંય તે ઉદાસ થઈ ને બેઠો છે જાણે કેમ
હા એ પ્રેમભરી વાતોનો કલબલાટ સંભાળે
જાણે દિવસો મહિના વીતી ગયા છે એટલે
આજ બાગ ઘણો સ્વચ્છ ને શાંત દેખાયો
હા તેમાં કોઈ મુલાકાત લેનાર નથી એટલે
બાગના બાકડા પર ખાલી સુકા પાન પડ્યા
હા તેના પર કલાકો બેસનાર કોઈ નથી એટલે
વિવિધ ફોરમથી મહેકતો બાગ જાણે કયારે
ફરી જીવીત થશે, જ્યારે જીત થશે એટલે
બિંદીયા