Gujarati Quote in Poem by Vidhi Pala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આદત"


એક દિવસ એ અજાણ્યા આવ્યા ,

અને પારકા ને પોતિકા બનાવતા શીખવી ગયા .

થોડી અહીંની ને થોડી ત્યાંની ,

એમ અલક મલકની વાતો કરતા ગયાં.

સમય આગળ દોડતો ગયો,

અને દિવસો એના વિચારોથી જ નીકળતા ગયા.

એક સમય પર મળવાનો નિત્યક્રમ એમનો,

ને એક અજીબ જ આદત બનાવી ગયા.


બીજાને અકળાવતા "હમ્મ" શબ્દ પણ હવે,

મેઘધનુષ્યના રંગો જેવા રંગીન લાગ્યા.

આગળ શું બોલું એવી અવઢવમાંથી હવે,

આવજો બોલ્યા પછી પણ કલાકો વાતો કરવા લાગ્યા. 

ક્યારેય નહીં થઈ શકીએ એક, સ્પષ્ટ જાણતાં હોવા છતાં,

વાતોની ગોષ્ટી કરતા ગયા.

આ એક સમય પર મળવાનો નિત્યક્રમ એમનો,

ને એક અજીબ જ આદત બનાવી ગયા.

Gujarati Poem by Vidhi Pala : 111396214
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now