જો સ્ત્રી પુરુષ મિત્ર બનાવે તો તે ચારિત્રહીન
જો સ્ત્રી ટૂંકા કપડા પહેરે તો તે ચારિત્રહીન
જો સ્ત્રી પુરુષ કોઈ સાથે ફરવા નીકળે તો તે ચારિત્રહીન
જો એ સ્ત્રી સાથે રેપ થાય તો પણ તે જ ચારિત્રહીન
ચારિત્રહીન સ્ત્રી મને ગમે છે
એ બહુ સુંદર હોય છે
પાંજરા માં ચકલી ગમે એટલી સુંદર ભલે હોય
પણ આકાશ માં ઊડતી ચકલી જેટલી સુંદર ન હોય
સ્ત્રી ને ચૂપ ચાપ બધું સહન કરવું એ કેવી ચારિત્રતા
સ્ત્રી જુલ્મ સહન કરે એ પણ કેવી ચારિત્રતા
નવી પેઢી ને ગીતા ના ઉપદેશો સમજવો
એને મહાભારત નું મહત્વ સમજવો
નવી પેઠી ને રામાયણ ની મજા લેવા દો
અને ખુલ્લા આકાશ મા ઉડવા દો