ક્યારે અંત આવશે આ રિવાજ દહેજ નો
ક્યાં સુધી ઘવાશે આમ જ જીવ દીકરીઓ નો
આજે સમાચાર માં એક ખબર જોવા મળી
એક દીકરી ની ફરી બલી ચઢી
કરિયાવર માં સોના ચાંદી ના આપો દીકરી ને
કરિયાવર માં આપો સાચું શિક્ષણ દીકરી ને
ના શીખવો જુલ્મ સહન કરતા તમારી લાડલી ને
શીખવો જુલ્મ સામે અવાજ ઉઠાવવા તમારી લાડલી ને
જે લોકો ને રસ હસે દહેજ માં
એ લોકો ને શું રસ હસે તમારી દીકરી માં
દહેજ ના ભૂખ્યા છે જે લોકો
શું ખુશ રાખશે તમારી દીકરી ને એ લોકો
હવે આ પ્રથા નો અંત લાવો
દહેજ માગવા વાળા તરફ અવાજ ઉઠાવો