#મૂલ્ય
સામાન્ય સબંધ એટલે કોઈ પણ સ્વાર્થ વગર નો સબંધ...
આવો સબંધ એટલે માં અને બાળક વચ્ચે નો સબંધ..
આવો સબંધ એટલે માં ને બાળક ના જન્મ પહેલાં થઈ જતો પ્રેમ
આવો સબંધ એટલે માં નો પોતાના જીવ કરતા પણ વધુ બાળક ને આપતો પ્રેમ
આવો સબંધ એટલે જીજાબાઇ નો શિવજી પ્રતે નો પ્રેમ
અથવા એક સામાન્ય ગરીબ મા નો એના બાળક પ્રતે નો પ્રેમ...
આવો સબંધ એટલે માં દ્વારા દીકરી અપાતી શિખામણ
અને બાપ દ્વારા દીકરા ને અપાતી શિખામણ
બાળક ને માં ના ખોળા માં થતી અદભૂત શાંતિ નો અનુભવ
બાળક ને માં ના પાલવ મા થતી સલામતી નો અનુભવ
માં ની પોતાની ઉંમર અને સુંદરતા નું બાળક માટે બલિદાન
અને બાપ નું પોતાની કમાણી અને જીવન નું બલિદાન