#મૂલ્ય
મૂલ્ય કેટલું હતું..
બાળપણમાં આપેલી એક નાનકડી પેન્સિલ નું
મૂલ્ય કેટલું હતું ? થોડા ચોપડા એક નાની થેલી
લઈ શાળામાં જતા શિક્ષણ નું મૂલ્ય કેટલું હતું?
યાદ કરો એ સમય જ્યારે શિક્ષક કે આપણાં વખાણ કર્યા હતા અને તે સમયે આપી નિશ્ચય કરે
મારે કંઇ બનવું છે એ નિર્ણય નું મૂલ્ય કેટલું હતું?
આપણા આવેલ પરિણામથી માતા-પિતા ખુશ
થઈ જતા અરે વાહ આટલું સરસ એ પરિણામનું આપણા જીવનમાં મૂલ્ય કેટલું હતું?
શિક્ષા લઈને નોકરીએ ગયા તે સમયે આપણને પૂછવામાં આવે પ્રશ્નો દ્વારા આપણું મૂલ્યાંકન કરવામાં આવ્યું એ પ્રશ્નો નું મૂલ્ય કેટલું હતું?
મૂલ્ય કેટલું હતું ?
સુનિલ કુમાર શાહ