લડાઈ માં હંમેશા જીત નું મૂલ્ય હોય છે.
ધંધા માં હંમેશા નફા નું જ મૂલ્ય હોય છે.
મૂલ્યવાન સંપતિ ને માને આજના માનવ,
માનવી માં અનેક ગુણો અમૂલ્ય હોય છે.
અબજો કે કરોડપતિ ગમે તે હોય આજ,
ઘરમાં કેદ રહે તેનું અનેરું મૂલ્ય હોય છે.
બીજાઓ નું મૂલ્યાંકન કરતા રહ્યા અનિલ,
એકડો મળી જાય તો શૂન્ય નું મૂલ્ય હોય છે.
#મૂલ્ય