બનાવો બન્યા કરે અહીં કારણ વગર.
રહેવાને ઘર મળે અહીં બારણ વગર.
અચરજ થાય તેવી આ વાત છે દોસ્તો,
ચારે તરફ ઝાંઝવા દેખાય છે રણ વગર.
સનમ ના સરનામાની કોઈ જરૂર નથી,
આ નગર માં જે ઘર મળે તોરણ વગર.
પ્રેમ માં સરવૈયા ની કલ્પના પણ ના કરો,
આ વેપાર નફા નુકસાન ના તારણ વગર.
મને જ તો ખબર નથી મારી મને અનિલ,
કયારે પોઢી ગયો કબર માં ચરણ વગર.
અનિલ ભટ્ટ