સ્ત્રી છે એક પહેલી,કેમ કરીને ઉકેલવી?
સ્ત્રી કોઈકની માં છે,કોઈકની પત્ની,
કોઈકની સખી,તો કોઇકની ભગિની;
કોઈકની મિત્ર,તો કોઈકની શત્રુ પણ,
સ્ત્રી કોઈકવાર દયાળુ,કોઈકવાર માયાળુ;
કોઈકવાર સબળા, કોઈકવાર અબળા,
કોઈકવાર દેવી,તો કોઈકવાર ચુડેલ;
કોઈકવાર શક્તિ,કોઈકવાર પ્રેરણામૂર્તિ,
કોઈકવાર ડાકણ,કોઈકવાર કુબ્જા;
કોઈકવાર સતી, કોઈકવાર સાવિત્રી,
સ્ત્રી એ સ્ત્રી મટીને બીજું ઘણું બધું છે,
સ્ત્રીના રૂપોનું મૂલ્ય શું?
સ્ત્રીનું મૂલ્ય શું?
એના સ્વીકાર,એના અસ્વીકાર ની કિંમત શું?
એના સ્વતંત્ર અસ્તિત્વની કિંમત શું?
એની પોતાનાપણાની કિંમત શું?
એના સ્વતંત્ર વિચારોની કોઈ ગણના ખરી?
એના સ્વતંત્ર નિર્ણયોની કોઈ ગણના ખરી?
સ્ત્રી કોઈ એકદિવસ માટે નહિ પણ હરદિન માટે ખાસ છે.
સ્ત્રી જ માત્ર જગતની એક આસ છે.
#મૂલ્ય