Gujarati Quote in Poem by Vijay Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વની આબરુ ને કોઈ લિલામ કરી ગયું.
સંલગ્ન આરજૂ ને કોઈ ખેરાત સમજી ગયું.
મારી અદબને કોઈ જાહિલ કહી ગયું.
મારી કશિશને કોઈ કાસિમ બની લઈ ગયું.
મારા સ્મિત ને કોઈ મજાક ગણી ગયું.
મારી નૂરતને કોઈ બેડોળ વર્ણી ગયું.
મારા સપનાનો કસબો કોઈ ખંડેર કરી ગયું.
મારા પાવન સંબંધને કોઈ બેગૈરત કરી છોડી ગયું.
મારી લાખ આજીજીને કોઈ અદમ માની ગયું.
મારી દુખી હાલત પર કોઈ આફત બની ગયું.
મારા અલ્ફાજને કોઈ  શેતાન હણી ગયું.
પછી તો મારી ખામોશીને કોઈ ગુમનામ બતાવી ગયુ.
મારા અશ્કને કોઈ અફસોસ ગણી ગયું
મારા ઇખ્લાસ સાથે  કોઈ ગજબ તમાસો કરી ગયું.
અટકું છું અહીં મુલતવી રાખજે તારી મારી સફર.
જાઉં, તારે મારે બેંઉને ખુદાની અન્જુમન અદાલતમાં,
એક તરફ તારા આબ-એ-તલ્ખ હશે,
એકતરફ મારા સૂકાયેલાં આબ-એ-ચશ્મ હશે,
બસ ત્યાં તો ખુદાનો તખલ ને આદિલ હિસાબ થશે..

( અહીં મેં ઉર્દૂ શબ્દને જાણવાં, સમજવાં અને શોધવાં ડિશનરીનો ઉપયોગ કરેલ છે )

તારીખ : 12/04/2020

વીજભગત

Gujarati Poem by Vijay Parmar : 111395056
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now